

મોરબી રાજકોટ હાઈવે પર બોલેરો કેમ્પર ગાડીમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂના ૧૨૪૮ ચપલાની હેરાફેરી કરનાર બે ઇસમોને પોલીસે ઝડપી લઈને દારૂના ચપલા અને વાહન સહીત રૂ ૬.૩૩ લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી રાજકોટ હાઈવે પર બોલેરો કેમ્પર ગાડીમાં શીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપ પરના ભાગે બનાવેલ ચોરખાનામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી હેરાફેરીની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી હાઈવે પરથી બોલેરો કેમ્પર ગાડી જીજે ૦૩ બીવી ૯૭૫૨ રોકી તલાશી લેતા ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડના ૧૮૦ મિલીના ચપલા નંગ ૧૨૪૮ તેમજ બોલેરો ગાડી કીમત રૂ ૩ લાખ અને ૨ મોબાઈલ ફોન કીમત રૂ ૫૫૦૦ સહીત કુલ રૂ ૬,૩૩,૩૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
આરોપીઓ દશરથ હરકણભાઈ રબારી રહે રામપુરા છોટા તા. ધાનેરા બનાસકાંઠા અને બાબુરામ જવાનાજી ભાડકા રહે રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યા છે તો અન્ય આરોપી મહેન્દ્રભાઈ બાબુરામ રબારી રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે