માળિયા તાલુકાના છેવાડાના હરીપર ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી

મોરબી જીલ્લાના પછાત એવા માળિયા (મી.) તાલુકાના છેવાડાના હરીપર ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રવેશોત્સવમાં મોરબી જીલ્લા વિકાસ અધિકારી ખટાણા,ડી.ડી.ઓ કુવારીયા,મામલતદાર રબારી ઉપસ્થિત રહ્યા હતા.આ બધાજ બાળકોને સરકારી અધિકારીઓ બાજુમાં આવેલી દેવ સોલ્ટના અધિકારીઓ તથા ગ્રામજનો દ્વારા મીઠો આવકાર આપવામાં આવ્યો હતો.આ  પ્રસંગે ખટાણાએ જણાવ્યું હતું કે બાળકોને આવકરી તેઓના વાલીઓ જ સાચા અને પ્રથમ શિક્ષક છે અને વિધાર્થીઓના સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.આ પ્રસંગે દરવર્ષની જેમ દેવ સોલ્ટ પરિવાર દ્વારા નવા પ્રવેશ પામનાર બાળકોને સ્કૂલબેગ,ભણતરના સાધનો તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ શુભ પ્રસંગે દેવ સોલ્ટવતી કંપનીના CSR ઓફિસર વિવેક ધ્રુણા,DGM જય પરવાર,રમજાન જેડ અને કમલેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.શાળાના બાળકો દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત અને યોગા પ્રદર્શન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકગણોએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat