

મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ ૦૯/૦૫/૨૦૨૬ ના રોજ આયોજિત ઉજવણીના ભાગરૂપે બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે સમજણ કેળવાય તે હેતુથી “બાળ સભા” ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની મુખ્ય રૂપરેખા:
* પ્રતિનિધિત્વ: મોરબી શહેરની વિવિધ શાળાઓના તેજસ્વી બાળકોને મહાનગરપાલિકાના નવયુક્ત મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટર તરીકેની સાંકેતિક જવાબદારીઓ સોંપવામાં આવશે.
* મુખ્ય ઉદ્દેશ્ય: શાળાઓના બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને વહીવટી પ્રક્રિયાના ગુણોનો વિકાસ થાય તેમજ તેઓ પ્રજાકીય પ્રશ્નો અને તેના ઉકેલ અંગે વિચારતા થાય તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
* તારીખ: 09/09/2026
* સમય: સવારે ૧૦:3૦ કલાકે
* સ્થળ: મોરબી
મહાનગરપાલિકા સભાખંડ
રમત ગમત શાખા
મોરબી મહાનગરપાલિકા