હળવદની સરા ચોકડી પાસે ટેન્કરચાલકે કારને ઠોકર મારતા નુકસાની

 

હળવદનાં સરા ચોકડી રોડ ઉપર પૂરપાટ ઝડપે આવતા એક ટેન્કરચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ કારને મોટું નુકસાન પહોંચ્યું છે. હળવદ પોલીસે ટેન્કરચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, હળવદના સરા રોડ પર સ્વામી નારાયણનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ શામજીભાઇ પરમાર પોતાની ફોરવ્હીલ ગાડી નંબર GJ-36 AK-2137 લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન સરા ચોકડી પાસે ટેન્કર નંબર GJ-12 BY-8605 ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી શૈલેષભાઇની કાર સાથે ભટકાવ્યું હતું. આ ટક્કરને કારણે કારની ખાલી સાઈડના બંને દરવાજા તેમજ ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાના ભાગે ભારે નુકસાન થયું હતું. હળવદ પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફૈયાદ નોંધતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.