વાંકાનેરમાં ગેરકાયદે ખનીજ ભરેલ ડમ્પર જપ્ત, ૩૦ લાખનો મુદામાલ કબજે લીધો

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ખનીજ ચોરી વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે જેમાં ગેરકાયદે ખનીજ વાહન કરતા ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી લઈને રૂ ૩૦ લાખનો મુદામાલ કબજે લીધો છે

રાજકોટ રેંજ આઈજી નીલીપ્ત રાયની સુચના તેમજ એસપી એમ એન પટેલ, ડીવાયએસપી સમીર સારડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પર જીજે ૧૩ એડબલ્યુ ૬૫૭૦ કીમત રૂ ૩૦ લાખ વાળું જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.