

દિઘલીયા ગામમાં ઢોરને પાણી પાવા જતા અવાડામાં પાણી ઓછું હોવા મામલે ગાળો બોલતા ગાળો બોલવાનું કહી તેમજ સરપંચના ઘરે જઈને કરવા કહેતા છ ઇસમોએ લાકડી લઈને આવી ગાળો આપી દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા અબ્દુલ સાવદીભાઈ ખોરજીયાએ ગામ્મમાં રહેતા આરોપીઓ સામત ખેંગારભાઈ, પ્રવીણભાઈ સામતભાઈ, મહેશભાઈ સામતભાઈ, લાખાભાઈ ખેંગારભાઈ, જયપાલભાઈ લાખાભાઈ અને મહિપાલ લાખાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સામત ઢોરને પાણી પાવા આવ્યો હતો અને અવાડામાં પાણી ઓછું હોવાથી ભાઈ રસુલને માતા ઉપર ગાળો બોલતો હતો
જેથી ફરિયાદીના પત્નીએ ગાળો નહિ બોલવાનું અને આ મુદે સરપંચના ઘરે જઈને રજૂઆત કરવાનું કહેતા સારું નહિ લાગતા આરોપીઓ સમાંત, પ્રવીણ, મહેશ અને લાખાભાઈ લાકડીઓ લઈને આવી માતાને ગાળો આપી તેમજ આરોપી જયપાલ અને મહિપાલ લાકડીઓ લઈને આવી ગાળો આપી ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાણી ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે




