પીએમની અપીલને પગલે મોરબીના ડો. બી કે લહેરૂ બે માસ કાર-બાઈકનો ઉપયોગ નહિ કરે

 

ખાડી દેશોમાં યુદ્ધને પગલે પેટ્રોલ-ડીઝલની તંગી અને વધતા ભાવોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનાની ખરીદી નહિ કરવા તેમજ પેટ્રોલ-ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવા અપીલ કરી હતી જેને પગલે મોરબીના ડો. બી કે લહેરૂ બે માસ કાર અને સ્કૂટરનો વપરાશ નહિ કરે તેવી નિર્ણય કર્યો છે

 

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ અને લખધીરજી એન્ડામેન્ટ ત્રસ્ત ચેરમેન, સીનીયર સીટીઝન પ્રમુખ, વૈધ સભા અને લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા પરશુરામ ધામ ટ્રસ્ટી ડો. બી કે લહેરૂ તા. ૧૫ મેંથી તા. ૧૭ સપ્ટેમ્બર પીએમ મોદીના જન્મદિવસ સુધી પોતાની કાર અને સ્કૂટરનો ઉપયોગ કરશે નહિ પીએમની અપીલને ધ્યાને લઈને તેઓ પેટ્રોલ બચત માટે કાર અને બાઈકનો ઉપયોગ નહિ કરે અને ઈમરજ્ન્સીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે

 

Leave A Reply

Your email address will not be published.