



પીપળી ગામે રહેતા કળિયુગી પુત્રએ પિતાને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે લાઈટ બીલ ભરવા બાબતે પુત્ર, પુત્રવધુ સહિતના ત્રણ ઇસમોએ આધેડ પિતાને લાકડાના ધોકા વડે માર મારી મકાનમાં તોડફોડ કરી નુકશાન કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબી તાલુકાના પીપળી ગામ માનસધામ સોસાયટીમાં રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડે આરોપી જીતેન્દ્ર શીવાભાઈ રાઠોડ, લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ અને મુકેશભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીતેન્દ્રએ પોતાના ઘરના લાઈટ બીલ ભરવા બાબતે ઉશ્કેરાઈ જઈને ગાળો આપી લતાબેન અને મુકેશ ડાભીને બોલાવતા ઘરે આવી ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી મકાનમાં તોડફોડ કરી હતી તેમજ ફરિયાદીને જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે