ટંકારા : આડા સબંધની જાણ થતા પત્નીની હત્યા કરી, પતિ ઝેરી દવા પી લેતા સારવારમાં

 

ટંકારા તાલુકાના સરાયા ગામે ખેત મજુરી કરતા દંપતીમાં ઝઘડો થયો હતો પત્નીના આડા સંબંધની જાણ થતા પતિએ ઈંટના ઘા મારી પત્નીની હત્યા નીપજાવી હતી ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

ટંકારાના સરાયા ગામના રહેવાસી અનિલભાઈ જશમતભાઈ ઢેઢીએ આરોપી લક્ષ્મણભાઈ રેવસિંગ કતીજા રહે સરાયા મૂળ રહે એમપી વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી લક્ષ્મણના પત્ની રૂકમાંબેનને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી રૂકમાંબેનને માથામાં ઈંટ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી ફરિયાદી આજે સવારે ઘરે હોય ત્યારે કાકા ખીમજીભાઈએ ફોન કરી જણાવ્યું કે વાડીમાં કામ કરતા લક્ષ્મણભાઈની પત્ની રૂકમાંનું મોત થયું છે

 

જેથી ફરિયાદી અનિલભાઈ અડીએ પહોંચ્યા હતા જ્યાં વાડીની ઓરડી બાજુમાં રૂકમાંબેનનો મૃતદેહ પડ્યો હતો અને મૃતદેહ પાસે એક ઈંટ પડી હતી જેમાં પણ લોહી હતું બનાવ અંગે આરોપી લક્ષ્મણને પૂછતાં રૂકમાંને બીજા સાથે આડા સંબંધ હતા જે સારું નહિ લાગતા ઈંટ વડે માર મારતા તેનું મોત થયું હતું તેમ આરોપી પતિએ જણાવ્યું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી પતિ પણ બનાવ બાદ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.