રાજકોટ શહેરમાંથી બાઈક ચોરી કરનારને ટંકારા પોલીસે ઝડપ્યો, પાંચ બાઈક રીકવર

 

રાજકોટ શહેરમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે બે લાખની કિમતના પાંચ બાઈક રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુના આચરતા આરોપીઓની પૂછપરછ કરી ખાનગી બાતમી મેળવી આરોપી અલ્પેશ મુનેશભાઈ કુંઢીયા (ઉ.વ.૧૯) રહે પંચાસીયા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા રાજકોટ શહેરમાંથી થયેલ અલગ અલગ પાંચ મોટરસાયકલ ચોરી શોધી કાઢવામાં સફળતા મળી છે ટંકારા પોલીસે કુવાડવા રોડ, રાજકોટ પેડક રોડ, રાજકોટ હોસ્પિટલ ચોક, ભીમરાવ આંબેડકર બ્રીજ અને પારેવડી ચોક એમ પાંચ સ્થળેથી ચોરી થયેલ ૨ લાખની કિમતના પાંચ ચોરાઉ બાઈક કબજે લીધા છે

Leave A Reply

Your email address will not be published.