

ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેંજ ભુજ ટીમે રેડ કરી હતી બંગ્લોમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૨૪.૩૦ લાખ, ૯ મોબાઈલ, બે કાર સહીત કુલ રૂ ૪૪,૭૬,૮૦૦ નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો જે જુગાર રેડની ગાજ બે પોલીસ કર્મીઓ પર ઉતરી છે અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી કરવામાં આવી છે
ગત તા. ૧૯ જુલાઈના રોજ બોર્ડર રેંજ આઈજીના માર્ગદર્શન હેઠળ બોર્ડર રેંજ ભુજની ટીમેં ઓમ વિલા ખાતે બંગ્લા નં એ-૩ માં રેડ કરી હતી બંગ્લોમાં જુગાર રમતા હાર્દિક લાભુભાઈ માકાસણા રહે ચરાડવા દેવળિયા રોડ તા. હળવદ, જયેશ કાનજીભાઈ પડસુંબીયા રહે પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ઉત્તમ દલસુખભાઈ ઘૂમલીયા રહે કુબેરનગર ૨, ત્રિલોકધામ નવલખી રોડ મોરબી, નરોત્તમભાઈ વિરજીભાઈ ફેફર રહે વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ નરસંગ ટેકરી મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી રહે ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ, રાજેશ કરશનભાઈ ભીમાણી રહે નેસડા (સુ) તા. ટંકારા, ચેતન ધીરજલાલ ચીકાણી રહે શક્તિ સોસાયટી મોરબી, જીગ્નેશ ડાયાભાઇ કાચરોલા રહે ન્યુ ચંદ્રેશ સોસાયટી મુનનગર મોરબી અને દેવશંકર હિમતલાલ શીતાણી રહે રાજનગર પંચાસર રોડ મોરબી એમ નવને ઝડપી લીધા હતા પોલીસે જુગારધામ ઝડપી લઈને સ્થળ પરથી રોકડ રૂ ૨૪,૩૦,૮૦૦, બંગ્લાનું લાઈટ બીલ, નવ મોબાઈલ કીમત રૂ ૪૬,૦૦૦ અને બે કાર કીમત રૂ ૨૦ લાખ સહીત કુલ રૂ ૪૪,૭૬,૮૦૦ નો મુદમાલ જપ્ત કર્યો હતો
જે જુગાર રેડને પગલે બે પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ ઝાલાની કચ્છ ભુજ ખાતે બદલીના આદેશો આપવામાં આવ્યા છે બોર્ડર રેંજ ટીમે રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા અને રેડને પગલે બે પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી હતી