મોરબીમાં નશો કરીને ૧૧૨ ગાડી ચલાવનાર પોલીસ કર્મચારી સાત મહીને આખરે સસ્પેન્ડ

પોલીસ કર્મચારીએ નશો કરી ગાડી ચલાવી હતી કે નહિ તે નક્કી કરવામાં સાત માસનો સમય લાગ્યો

 

મોરબીમાં નશો કરીને ૧૧૨ પોલીસ વાન ચલાવી અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી રિક્ષાને ટક્કર મારી પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હોવાની પોલીસ ફરિયાદ છતાં આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી ના હતી અને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને સાત મહિના બાદ પોલીસ કર્મચારી નશો કરેલી હાલતમાં હોવાનું સાબિત થતા આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

 

મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ ૧૧૨ જનરક્ષક પોલીસ વાનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૨ જાન્યુઆરીના સાંજે સાડા આઠેક વાગ્યે આરોપી જનરક્ષક પોલીસ વનના ચાલકે ધરમપુર રોડ પર લાભનગર નજીક પુરઝડપે પોલીસ વાન બોલેરો જીજે ૩૬ જી ૦૧૯૩ વાળી ફરિયાદીની રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૪૪૬૨ વાળી સાથે ભટકાડી પાછળ આવતી ઇકો સ્પોર્ટ કાર જીજે ૩૬ જેઆર ૭૬૭૬ સાથે ટકરાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ મહિલાઓ સહીત પાંચને ઈજા પહોંચી હતી તેમજ વાન ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

 

બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી વાનના ચાલકને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જોકે સારવાર મળ્યા બાદ વાન ચાલક પોલીસ કર્મચારી અજય લાવડીયાની ધરપકડ કરવામાં આવી ના હતી અને પોલીસ કર્મચારીને નોટીસ આપવામાં આવી હતી તેમજ બ્લડ સેમ્પલ લઈને fsl રીપોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું અને સાત મહિના બાદ પોલીસ કર્મચારી નશાની હાલતમાં સરકારી વાહન ચલાવતો હોવાનું સાબિત થતા સાત મહિના બાદ આખરે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.