મોરબીવાસીઓને સ્વાઇન ફ્લુથી રક્ષણ આપવા સેવાભાવી સંસ્થાઓનો સેવાયજ્ઞ

સ્વાઈન ફ્લુથી રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરવા સંસ્થાઓ આગળ આવી છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડો. જયંતીભાઈ ભાડેશીયા અને જનક હિરાણીના માર્ગદર્શન હેઠળ નરસંગ ટેકરી નજીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જનક રાજા અને જગદીશભાઈ દ્વારા આજે નહેરુ ગેઇટ ચોક ખાતે ઉકાળા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું હતું જે ઉકાળા કેન્દ્રનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો અને સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પણ ઉકાળા કેન્દ્રની મુલાકાત લીધી હતી. નાગરિકોને સ્વાઈન ફ્લુથી બચવા માટે સાત દિવસનો કોર્ષ કરવા સંસ્થાના રામજીભાઈ રબારી અને દેવેનભાઈ રબારીએ ખાસ અનુરોધ કર્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat