Billboard ad 1150*250

ટંકારામાં મેધાની તોફાની ઇનીગ ફરી શરુ : ૨ કલાકમાં ૩.૫ ઇંચ

0 705

ટંકારામાં ફરી વરસાદે પોતાની તોફાની ઇનીગ શરુ કરી છે.જેમાં ટંકારામાં ૨ કલાકમાં ૩.૫ ઇંચ વરસાદ વરસ્યો છે.જેને પગલે ટંકારાના ડેમોમાં ફરી પાણીની આવક શરુ થઈ છે. મોરબીના મચ્છુ ૨ ડેમ તેમજ ડેમી ૨ ડેમના દરવાજા આજે  ખુલ્લા છોડવામાં આવ્યા હતા. ઉપરવાસની આવકને પગલે મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૭૨.૭૯ એમસીએફટી જથ્થો છોડવામાં આવ્યો હતો તે ઉપરાંત આજે સવારથી ચાર દરવાજા એક ફૂટે ખુલ્લા રાખવામાં આવ્યા છે તે ઉપરાંત ડેમી ૨ ડેમ પણ ભરેલો હોવાથી ઉપરવાસની આવકને પગલે બપોરે પાંચ દરવાજા બે ફૂટ ખુલ્લા છોડવાની ફરજ પડી હતી. જોકે ડેમ સાઈટ પર વરસાદ નહિ હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે અને સ્થિતિ કાબુમાં હોવાનું ડેમના અધિકારીઓ જણાવી રહયા છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat