વાંકાનેરમાં ndps ગુનામાં આઠ માસથી નાસતા ફરતા ઈસમને એસઓજી ટીમે ઝડપી લીધો

 

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ndps ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસતા ફરતા ઈસમને એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એસઓજી ટીમ જીલ્લાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી સુદીપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયા રહે થાન જોગ આશ્રમ પાછળ વાળો હાલ કુલવાડી ચાયડા વિસ્તાર થાનગઢ વાળો હાલ વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસે હોવાની બાતમી મળતા ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી આરોપીઓ સુદીપ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમ પીપળીયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.