વનાળીયા ગામે જુગારધામ પર દરોડો, રૂ ૧ લાખથી વધુનો મુદામાલ જપ્ત

 

વનાળીયા ગામની સીમમાં ઝુપડામાં બહારથી માણસો બોલાવી પ્લાસ્ટિક ટોકન સહિતના સાધનો પુરા પાડી જુગાર ધામ ધમધમતું હતું જ્યાં રેડ કરી એલસીબી ટીમે છ ઇસમોને રોકડ અને મોબાઈલ સહીત ૧ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા છે

 

મોરબી એલસીબી ટીમે વનાળીયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે રેડ કરી હતી વાડી પાસે ઝુપડામાં જુગાર રમતા ઈસ્માઈલ હસન સુમરા, યુનુસ હાજી સુમરા, જુસબ સલેમાન સુમરા, ચંદુભાઈ બચુભાઈ અગેચણીયા, માધવજીભાઈ ગોરધનભાઈ પાંચોટિયા, હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા એમ છને ઝડપી લઈને પ્લાસ્ટિક ટોકન નંગ ૭૦ અને રોકડ રૂ ૮૦,૨૦૦ તેમજ ૫ મોબાઈલ કીમત રૂ ૨૦,૫૦૦ સહીત કુલ રૂ ૧,૦૦,૭૦૦ જપ્ત કરી છે રેડ દરમીયાન આરોપી ઇશા મુસા સુમરા મળી આયો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.