‘નમો સેવા ગાથા – અનકહી કહાની’ અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા

 

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના સેવાકાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઇ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા હતા.

 

જે અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાત્રિના સમયે માટેલ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી શેરી નાટક નિહાળ્યું હતું.આ શેરી નાટક દ્વારા સેવા, સમર્પણ અને જનકલ્યાણના સંદેશને લોકો સુધી સરળ અને અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાટકના વિવિધ દૃશ્યો અને સંવાદો દ્વારા સમાજમાં સેવાભાવ, રાષ્ટ્રભાવના તથા જનસેવાના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.વાંકાનેર તાલુકામાં યોજાયેલા બંન્ને શેરી નાટકોમાં નગરજનો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

 

Leave A Reply

Your email address will not be published.