

મોરબી અને વાંકાનેર તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના રંગપર ગામની સીમમાં રહેતા ઘીંચાબેન નુરજીભાઈ રાઠવા (ઉ.વ.૫૦) વાળા ગત તા.૨૧ ના સાંજના સમયે વાડી પાસે આવેલ ખેત તલાવડીમાં ડૂબી જતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના ફડસર ગામે રહેતા દિનેશભાઈ ડાયાભાઈ કુંભાર વાડીયા (ઉ.વ.૩૭) વાળા આમરણ ગામે ડાયમંડનગરમાં ગળેફાંસો ખાઇ લેતા મોત થયું હતું
ત્રીજા બનાવમાં વાંકાનેર નવાપરા ખડીપરામાં રહેતા નીતિનભાઈ દિલીપભાઈ ગોહેલ (ઉ. વ.૨૬ નામના યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા મોત થયું હતું