ટંકારામાં બાંધકામ સાઈટ પર સિક્યુરીટી ગાર્ડને છરી બતાવી ૭ હજારની લૂંટ

ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલી એક નિર્માણાધીન સાઈટ પર રાત્રીના સમયે રૂમમાં ઘૂસી એક શખ્સે બે યુવકોને ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીએ યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાં રહેલા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ટંકારામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અલ્ફાઝભાઈ બસીરભાઈ લધાણી અને તેમનો મિત્ર હિમાંશુ કલાણી બાંધકામ સાઈટ પરના રૂમમાં હાજર હતા. આ સમયે હાજીશા ઉર્ફે મુન્નો આતંક ફકીર નામના શખ્સે રૂમમાં પ્રવેશ કરી કોઈ કારણ વગર ગાળાગાળી શરૂ કરી હતી. આરોપીએ બંને મિત્રોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અલ્ફાઝભાઈના ખિસ્સામાંથી રૂ. ૭૦૦૦ ની રોકડ રકમ લૂંટી લીધી હતી. ટંકારા પોલીસે આ મામલે લૂંટ અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.