મોરબી ફૂડ શાખા દ્વારા ૪ પીવાના પાણીના પ્લાન્ટમાંથી નમુના લેવાયા, બે પાણીના પ્લાન્ટને નોટીસ

 

કાળઝાળ ગરમીમાં પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટરનો વપરાશ ખુબ વધી જતો હોય છે રૂટીનમાં પણ હવે ઓફીસો અને ઘરોમાં પેકેજ્ડ વોટરનો વપરાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ચાર પીવાના પાણીના પ્લાન્ટમાંથી નમુના લેવામાં આવ્યા હતા

 

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય, અને સુપર ડીલક્ષ વોટરના પ્લાન્ટમાંથી નમુના લેવામાં આવ્યા હતા જેમાં નવલખી રોડ પર આવેલા દેવ વોટર સપ્લાય તેમજ સુપર ડીલક્ષ વોટરમાં પાણીના નમુનાનું પરિણામ અસંતોષકારક આવતા બંને પેઢીને નોટીસ પાઠવવામાં આવી અને જ્યાં સુધી પાણીના શુદ્ધિકરણનું પરિણામ સંતોષકારક ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટેની સુચના ફૂડ શાખા દ્વારા આપવામાં આવી.

 

આ સાથે મોરબી મહાનગરપાલિકાનાં હદ વિસ્તારમાં આવેલા તમામ પાણીના પ્લાન્ટ નાં વેપારીઓને પાણીનું શુદ્ધિકરણ અને પાણીની ગુણવત્તા જળવાય રહે તે જોવા માટે તાકીદ કરવામાં આવી છે અન્યથા મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

 

Leave A Reply

Your email address will not be published.