માળિયાના બગસરા ગામે નવું સબ સ્ટેશન બનાવવા, સ્માર્ટ મીટરના ઈ-બીલ સહિતના પ્રશ્ને રજૂઆત 

મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીઈશન દ્વારા પીજીવીસીએલને રજૂઆત

 

 

માળિયા તાલુકાના બગસરા ગામે નવું સબ સ્ટેશન બનાવવા, તેમજ સ્માર્ટ મીટરના ઈ બીલ સમયસર જનરેટ ના થવા સહિતના પ્રશ્ને મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીએશનના પ્રમુખ દિલુભા જાડેજા દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

 

રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના વવાણીયા, હરીપર, ગુલાબડી વિસ્તાર, સુરજબારી નેશનલ હાઈવે અને કાળાધોરા આસપાસ વિસ્તર, બગસરા, ભાવપર, જાજાસર, દેવગઢ સહિતના વિસ્તારમાં મીઠા ઉદ્યોગના હૈયાત એકમો ઉપરાંત બ્રોમીન એકમો અને ખાદ્ય આયોડાઇઝડ સોલ્ટ રીફાઇનરી જેવા એકમો પણ કાર્યરત છે જેથી ૬૬ કેવી બગસરા સબ સ્ટેશનથી મીઠા ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, રીફાઇનરી, બ્રોમીન પ્લાન્ટ, સોલ્ટ વોશરી પ્લાન્ટ સહિતના એકમોને ફાયદો થશે અને વિકાસને વેગ મળશે ભવિષ્યમાં ૬૬ કેવી પીપળીયા, ૬૬ કેવી વર્ષામેડી, ૬૬ કેવી રાસંગપર ને પ્રસ્તાવિત ૬૬ કેવી બગસરા સબ સ્ટેશનને ૬૬ કેવી રીંગ સીસ્ટમથી જોડવામાં આવે તો માળિયા તાલુકાના નાના મોટા ઉદ્યોગને સતત વીજ પુરવઠો પૂરો પાડી શકશે

 

પીપળીયા પેટા વિભાગીય કચેરીના ફીડરની લંબાઈ ઘટવાથી ટ્રીપીંગની સમસ્યા બંધ થશે સમારકામ સરળ થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વીજળી મળી રહેશે હાલમાં બગસરા અને આસપાસના વિસ્તારમાં હળવા અને મધ્યમ ઉદ્યોગો કાર્યરત છે તદુપરાંત જે એકમો છે તે સિવાય બ્રોમીન પ્લાન્ટ, કેમિકલ પ્લાન્ટ જેવા એકમો ભવિષ્યમાં આવવાના છે જેથી બગસરા સબ સ્ટેશન બનાવવાનું હિતાવહ અને જરૂરી છે આગામી સમયમાં નવલખી બંદરના વિસ્તરણ તથા આધુનિકરણનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવનાર છે જેથી વર્ષામેડી ૬૬ કેવી સબ સ્ટેશન માત્રને માત્ર નવલખી બંદરના લોડ ઉપર જ ચાલશે જેથી બગસરા વિસ્તારમાં સબ સ્ટેશન કરવું જરૂરી છે

 

સ્માર્ટ મીટરના ઈ બીલ સમયસર જનરેટ ના થવા બાબતે ફરિયાદ

મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો દ્વારા પેટા વિભાગીય કચેરી, પીજીવીસીએલ પીપળીયા ચાર રસ્તા નાયબ ઈજનેરને સ્માર્ટ મીટરના ઈ બીલ સમયસર જનરેટ ના થવા અને સ્માર્ટ મીટર ફાસ્ટ કરતું હોવા અને સ્ટાફ સેટઅપ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે સ્માર્ટ મીટરને લગતી કોઇપણ માહિતી માટે ગૂગલ પ્લે સ્ટોર પર પર પીજીવીસીએલ સ્માર્ટ મીટર ઉપલબ્ધ છે તેની લીંક પ્રમુખના નંબર પર જાણ કરી હતી પરંતુ કોઇપણ જાતની એપ્લીકેશન મળી નથી જેથી તે અંગે રજૂઆત કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.