


ટંકારાના વેપારીને શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર કમાવવાની લાલચ આપી ઓનલાઈન રૂપિયા ૮૪.૮૦ લાખની રકમ મેળવી ઠગાઈ કર્યાની મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને હડમતીયા (લજાઈ) ખાતે યુનાઈટેડ ઇન્સેકટી સાઈડ જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ચલાવતા વેપારીએ આરોપીઓ વોટ્સએપ નં ૮૬૭૦૩ ૮૭૪૮૨ ગ્રુપ એડીમન અને વોટ્સએપ નં ૮૬૭૦૭ ૭૧૪૦૬ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૨૩-૦૨-૨૦૨૫ ના રોજ એક અજાણ્યા વોટ્સએપ નંબરમાંથી vip 2 ઇન્વેસ્ટમેન્ટ એલાયન્સ ટ્રેઈનીંગ ગ્રુપ એ નામના ગ્રુપમાં એડ કર્યો હતો જે ગ્રુપ જોતા ગ્રુપમાં અલગ અલગ કંપનીના શેર બજારની ટીપ્સ મોકલતા હતા ગ્રુપ મેમ્બેરોના મેસેજ અને ચેટ જોતા હતા જેથી ગ્રુપ સાચું લાગ્યું અને શેર બજારમાં રોકાણ કરતો હોવાથી રોકાણ કરવાની ઈચ્છા થઇ હતી
ગ્રુપમાં આપેલ GALAD ARAB નામની એપ્લીકેશન ફોનમાં ડાઉનલોડ કરી હતી જેમાં રોકાણ અને પ્રોફિટ બાબતની માહિતી દેખાતી હતી જેથી એપ્લીકેશનમાં આપેલ બંધન બેન્કના એકાઉન્ટ નંબરમાં તા. ૧૭-૦૨-૨૫ ના રોજ પ્રથમ ટ્રાન્ઝેકશન કર્યું હતું એપ્લીકેશનમાં પ્રોફિટ બતાવતા તેમાં મને શોર્ટ ટાઈમમાં પ્રોફિટ થયેલ જોવા મળ્યું હતું અને વધારે રોકાણ માટે મેસેજ આવતા હતા જેથી અલગ અલગ તારીખોએ કુલ ૨૧ ટ્રાન્ઝેકશનથી કુલ રૂ ૮૪,૮૦,૦૦૦ નું રોકાણ કર્યું હતું બાદમાં આજદિન સુધી નફાની કે રોકાણ કરેલ મૂડી પરત નહિ આપી વોટ્સએપ ગ્રુપ અને એપ્લીકેશન બંધ કરી ઠગાઈ કરી હતી જેથી સરકારના હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઠગાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે