મોરબી-ધરમપુર-સાદુળકા રોડ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ : વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના

 

મોરબી તાલુકાના મોરબી-ધરમપુર-સાદુળકા રોડ પર ધરમપુર ગામ પાસે બ્રિજનું કામ ચાલુ હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણીની આવકના કારણે ડાયવર્ઝન ધોવાઈ જતાં બ્રિજના કામમાં વિલંબ થયો છે. સલામતીના હેતુસર બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર એસ.જે. ખાચર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

નાના વાહનો ડાયવર્ઝનની મરામત બાદ અવરજવર કરી શકશે. ભારે વાહનો માટે મોરબીથી ટીમડી થઈ ધરમપુર તથા ધરમપુરથી ટીમડી થઈ એન.એચ. (મોરબી-માળિયા) મારફતે મોરબી જવાનો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.  જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.