મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા હળવદમાં સવા ઇંચ-મોરબીમાં એક ઇંચ વરસાદ વરસ્યો

 

મોરબી જીલ્લામાં રવિવારે સાંજથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો રવિવારે સાંજથી શરુ થયેલો વરસાદ રવિવારે રાત્રીના અને સોમવારે સવારથી સાંજ સુધી ઝરમર વરસાદ અને ક્યારેક હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા સાંજ સુધી સતત વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં હળવદમાં સવા ઇંચ અને મોરબીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો

 

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો રવિવારે સાંજે ૪ થી સોમવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં ૨૩ મીમી, માળિયા તાલુકામાં ૦૪ મીમી, ટંકારા તાલુકામાં ૧૯ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૦ મીમી અને હળવદ તાલુકામાં ૩૧ મીમી વરસાદ નોંધાયો છે સોમવારે સવારથી સુરજ દાદાના દર્શન થયા ના હતા સવારથી સાંજ સુધી વરસાદી માહોલ રહ્યો હતો જોકે ખાસ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી ઝરમર વરસાદથી મોરબીવાસીઓએ સંતોષ માનવો પડ્યો હતો `

 

 

Leave A Reply

Your email address will not be published.