મોરબીના પાવળીયારી ખાતે ૨૨ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને ખેડૂત મહાસભામાં પધારવા આમંત્રણ આપ્યું

 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૨૨ ના રોજ સાંજે ૪ કલાકે આનંદ પાર્ટી પ્લોટ, રાજપર રોડ મોરબી ખાતે યોજાનાર છે જે ખેડૂત આક્રોશ મહાસભામાં ખેડૂતોને મોટી સંખ્યામાં પધારવા માટે આજે ૨૨ ગામના ખેડૂતોએ પાવળીયારી ખાતે એકત્રિત થઈને મહાસભામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

 

આજે ૨૨ ગામના ખેડૂતોએ પાવળીયારી ખાતે એકત્ર થયા હતા અને ખેડૂત મહાસભામાં પધારવા આમંત્રણ આપ્યું છે ૨૨ ગામના ખેડૂતો જેના ખેતરમાંથી નેશનલ હાઈવે બાયપાસ નીકળી રહ્યો છે હાઈવે નીકળે તેનો ખેડૂતોને કોઈ વિરોધ નથી પરંતુ યોગ્ય વળતર સરકાર આપતી નથી તે મુદે લડાઈ લડી રહ્યા છે ૨૨ ગામના ખેડૂતોએ તમામ ખેડૂતો પાસેથી સહકારની અપેક્ષા રાખી ખેડૂત મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉમટી પડવા આમંત્રણ પાઠવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.