રાજકોટના ભાયાવદર ગામે રેંજ ટીમનો સપાટો, ખનીજ ચોરી કરતા ૧.૧૫ કરોડના વાહનો ઝડપી લીધા



રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પો.સ્ટે. વિસ્તારના પાનેલી ગામના ફુલઝર ડેમ કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા ઇસમોને રાજકોટ રેંજ ટીમે કુલ રૂ ૧.૧૫ કરોડની કિમતના જેસીબી-૧, લોડર ટ્રેકટર-૧, ડમ્પર-૨, આઇસર ટ્રેકટર-ર તથા રેતીનો સ્ટોક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.
દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે P.S.I. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના શિવરાજસિહ ઝાલા, કુલદિપસિહ ચુડાસમા, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા નાઓએ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પો.સ્ટે. વિસ્તારના પાનેલી ગામે આવેલ ફુલઝર ડેમ કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરનાર ભાયાભાઈ આલાભાઈ બઢ તથા કમાભાઇ આલાભાઇ બઢ રહે.બંન્ને ઢાંક તા.ઉપલેટા જી રાજકોટ વાળાઓના સાગરીતોને વાહનો સાથે પકડેલ જેમાં (૧) જે.સી.બી. નંબર GJ 14 M 6614 ડ્રાઈવર ધ્રુમિલ ભાવેશભાઈ ભારાઈ રહે, ઢાંક ઉપલેટા માલિક કમાભાઈ બાબુભાઈ બઢ રહે,ઢાંક તા.ઉપલેટા (૨) આઈસર ટ્રેક્ટર નંબર GJ 24 Am 0554 ડ્રાઈવર મેહુલ મેરૂભાઈ કલોતરા રહે, મોંટીમારડ ધોરાજી માલિક જયદીપભાઈ ભાયાભાઈ બઢ રહે,ઢાંક તા.ઉપલેટા (૩) આઇસર ટ્રેક્ટર નંબર GJ 10 DG 0889 ડ્રાઇવર મેરૂભાઈ બધાભાઇ કલોતરા રહે, ઢાંક ઉપલેટા માલિક કમાભાઈ બાબુભાઇ બઢ રહે,ઢાંક તા.ઉપલેટા (૪) ડમ્પર નંબર GJ 14 AT 4005 ડ્રાઈવર ઋત્વિક સાજુભાઈ વંદા રહે, ગણોદ તા ઉપલેટા માલિક અશ્વિનભાઈ વાળા રહે ઉપલેટા (૫) લોડર ટ્રેક્ટર નંબર GJ 11 AD 2257 ડ્રાઈવર હર્ષિલ હાજાભાઈ કરમટા રહે, માંડાસન તા જામજોધપુર માલિક અરજણભાઈ ઉર્ફે જાડો રબારી રહે ધોરાજી (૬) નંબર વગરનું ડમ્પર ચેસિસ નંબર MB1HTDFC3EERP6828 ડ્રાઇવર અર્જુનભાઈ નરશીભાઈ દુડકિયા રહે, ડાદુકા તા કુતિયાણા જી પોરબંદર માલિક દિનેશભાઈ ડોડીયા રહે ઉપલેટા નાઓને વાહનો મળી કુલ જેસીબી-૧ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- લોડર ટ્રેકટર-૧ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ડમ્પર-ર કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/- આઇસર ટ્રેકટર-ર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા રેતીનો સ્ટોક કિ.રૂ.૫૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.



