


મોરબીના જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન મામલે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જે આંદોલન સાથે વિવિધ કાર્યક્રમો કરી સરકાર અને ખાનગી કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેમાં બુધવારે સવારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પને ૨૪ કલાક પૂર્ણ થયા પૂર્વે જ ૫૫૫૧ બોટલ રક્તની એકત્ર કરવામાં આવી હતી અને વિશ્વ રેકોર્ડ સર્જાયો છે
મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને રક્તદાન કરવા અને આંદોલનને સમર્થન કરવા આહ્વાન આપવામાં આવ્યું હતું મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતના ૧૨ સ્થળેથી બ્લડ બેન્કના સહયોગથી મહા રક્તદાન કેમ્પ બુધવારે શરુ કરવામાં આવ્યો હતો સાંજ સુધી રક્તદાન એકધારું ચાલુ રહ્યું હતું અને રાત્રીના તો રકતદાતાઓનું રીતસરનું ઘોડાપુર જોવા મળ્યું હતું રક્તદાન કરવા રકતદાતાઓએ લાઈનો લગાવી દેતા ક્યાય ઉભા રહેવા કે બેસવા જેટલી જગ્યા બચી ના હતી
અગાઉ રીબડા ગામે સૌથી વધુ રક્તદાનનો વિશ્વ વિક્રમ નોંધાયેલો છે અને આયોજકોએ તે રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચવાના શુભ આશયથી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને જેતપર ઉપવાસ આંદોલનમાં ૫૫૫૧ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી છે અને નવો ઈતિહાસ મોરબીના જેતપર ગામના નામે લખાઈ ચુક્યો છે


