વાંકાનેરમાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતા ચાર ડમ્પર જપ્ત, રૂ ૧ કરોડથી વધુનો મુદામાલ ઝડપાયો

 

વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદે રોયલ્ટી વગર ખનીજ વાહન કરતા ચાર ટ્રક ડમ્પરમાંથી ૧૫૮ ટન રેતી સહીત રૂ ૧ કરોડથી વધુનો મુદામાલ મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો છે અને મુદામાલ અંગે ખાણ ખનીજ વિભાગની ટીમને જાણ કરવામાં આવતા દંડ અંગેની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે

 

સરહદી રેંજ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાએ મોરબી જીલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વાહન અંગેની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા મોરબી જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલને આપેલ સુચના અન્વયે એલસીબી પીઆઈ એસ પી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લુણસર રોડ અને ગારીડાથી ગુંદાખડા તરફ જતા રોડ પરથી ગેરકાયદે રોયલ્ટી પાસ વગર રેતી ભરેલા ૪ જેટલા ટ્રક ડમ્પર મળી આવ્યા હતા જેની પૂછપરછ કરી આધાર પુરાવાઓ માંગતા રેતી અંગે કોઈ રોયલ્ટી પાસ મળી આવ્યો ના હતો

 

જેથી એલસીબી ટીમે ડમ્પર જીજે ૩૬ વી ૫૦૫૬, ડમ્પર જીજે ૧૩ એડબલ્યુ ૯૧૭૭, ડમ્પર જીજે ૩૬ એક્સ ૮૧૪૮ અને ડમ્પર જીજે ૦૩ સયું ૮૩૮૨ કીમત રૂ ૧ કરોડ અને રેતી આશરે ૧૫૮ ટન કીમત રૂ ૭૯,૦૦૦ સહીત કુલ રૂ ૧,૦૦,૭૯,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગ મોરબી કચેરીને દંડ અંગેની કાર્યવાહી માટે સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.