ધ્રાંગધ્રા તાલુકામાં નવ વર્ષથી નાસતો ફરતો, અન્ય ગુનામાં ગુનામાં પકડાઈ ચુકેલા રીઢા ગુનેગારને રાજકોટ રેંજ ટીમે ઝડપ્યો




સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પો.સ્ટે.ના ખુનના ગુન્હામાં છેલ્લા નવ (૯) વર્ષથી નાસતો-ફરતો અને અગાઉ અન્ય ગુન્હાઓમાં પણ પકડાઇ ચુકેલ રીઢા નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેંજ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા* તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
દરમ્યાન મળેલ હકીકત આધારે સ્ટાફના ‘ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસંગ પરમાર- નાઓએ સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૬૯/૨૦૧૭ આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૦૭, ૩૨૬ વિ. ના કામે નાસતા-ફરતા આરોપી સંગ્રામભાઇ ઉર્ફે મુન્નો ગોકળભાઇ સાનીયા (ભરવાડ) રહે.ખારીશેરી, ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ધાંગધ્રા શહેરના મયુરનગર પાણીની ટાંકી પાસેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી પો.ઇન્સ.અપૂર્વ પટેલ તથા પો.સ.ઇન્સ. પી.એન.મોરી, તથા પો.સ.ઈ. બી.સી.મીયાત્રા, પી.સી.સરતેજા તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિહ ચુડાસમા, સંદિપસિહ રાઠોડ હેડકોન્સ. રાજદીપસિહ ઝાલા, દીલીપસિહ સીંધવ, ફતેસંગ પરમાર નાઓ દ્વારા કરવામાં આવી છે