ગોંડલ તાલુકામાં ચાપરવાળી નદી કાંઠેથી ખનીજ ચોરી ઝડપાઈ, રૂ ૭૦ લાખનો મુદામાલ જપ્ત કરતી રાજકોટ રેંજ ટીમ


રાજકોટ ગ્રામય જિલ્લાના ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારના દૈયા ગામ પાસેથી પસાર થતી ચાપરવાળી નદી કાંઠેથી રેતી ભરેલ આઇવા ડમ્પર (૧), જે.સી.બી.(૧) તથા જામવાડી ગામ હાઇ-વે ઉપરથી રેતી ભરેલ ટ્રક (૧) મળી કુલ રૂ.૭૦,૦૦,000/- નો મુદ્દામાલ રાજકોટ રેંજ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારશ્રીની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ* નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.
દરમ્યાન P.S.I. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના કુલદીપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ, અતુલભાઇ ડાભી, શિવરાજસિંહ ઝાલા, દિવ્યેરભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા તથા ડ્રા.દેવશીભાઇ. નાઓને મળેલ ચોકકસ હિકકત આધારે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારના જામવાડી ગામ પાસે હાઇ-વે પર ઓવર લોડેડ ગેરકાયદેસર ખનીજ (રેતી) ભરેલ ડમ્પર ટ્રક નંબર-જીજે-૨૪-એક્ષ-૨૫૫૪ ડ્રા. જીજ્ઞેશ મુકેશભાઇ ચૌહાણ રહે. ખારચીયા તા.ઉપલેટા જી. રાજકોટ ડમ્પરમાં ઓવર લોડેડ રેતી મળી આવતા કિ.રૂ.30,00,000/-ગણી કબ્જે કરેલ છે તેમજ ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારના ડૈયા ગામની સીમમાં છાપરાવાળી નદીના પટ માંથી ડમ્પર નંબર જીજે- ૯-ઝેડ-૪૭૫૦ ડ્રા.યુનુશ અભરામભાઇ સપ્પા રહે. ડૈયા તા.ગોંડલ જી.રાજકોટ વાળો હોવાનુ જણાવતા રેતી ભરેલ ડમ્પર કિ.રૂ.૧૦,૦૦,000/- ગણી તેમજ નદીના પટમાંથી જે.સી.બી. રજી. નં. જીજે-૩-એચઇ-૪૫૨૦ ઓપરેટર રાજકુમાર નવલકીશોર ગુપ્તા રહે.ગુંદાળા ચોકડી તા.ગોંડલ જી.રાજકોટ વાળો હોવાનું જણાવતા જે.સી.બી. કિ. રૂ.૩૦,00,000/- ગણી કુલ કિ.રૂ.૭૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવ્યો છે





