મોરબી શહેરમાં સવારે બે કલાકમાં ધોધમાર સવા ઇંચ વરસાદ વરસ્યો, રોડ-રસ્તા પાણી પાણી

 

મોરબી શહેરમાં મંગળવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મંગળવારે બપોરે અને સાંજે વરસાદી ઝાપટા વરસ્યા બાદ બુધવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થયો હતો અને સવારે ૬ થી ૮ ના બે કલાકના સમયમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો સરકારી ચોપડે ૩૨ મીમી વરસાદ નોંધાયો હતો

 

વહેલી સવારે વરસાદને પગલે શહેરના રોડ રસ્તા પાણી પાણી થયા હતા શહેરના તખ્તસિંહજી રોડ, રવાપર રોડ, એલ ઈ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને છુટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે તો શહેરની શાકમાર્કેટમાં ચાલી ના સકાય એટલું પાણી ભરાઈ ગયું હતું પ્રી મોન્સૂન કામગીરી દર વખતે ચોપડે હોય તેવું લાગી રહ્યું છે

 

એક વરસાદમાં જ શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે અને વાહનો ચાલી ના સકે તેટલા પાણી ભરાઈ જતા હોય છે પરંતુ તંત્રને નાગરિકોની પીડા સાથે કશી લેવા દેવા ના હોય તેમ કાગળ પર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને નાગરિકોને સવા ઇંચ વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

 

 

Leave A Reply

Your email address will not be published.