



મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૨૬ ને રવિવારે બપોરે ૩ કલાકથી કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ૫૪ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ ૫ થી અનુસ્તાનક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવશે
જે સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહજી વિજયસિંહજી મહીડા, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા રવીન્દ્રસિંહજી જાડેજા, રાપર કચ્છ ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, અબડાસા કચ્છ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહજી મહિપતસિંહજી જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) મેરૂભા જાડેજા, તેમજ જયદીપ એન્ડ કંપનીના એમડી દિલુભા ઉદયસિંહજી જાડેજા, દેવ સોલ્ટના એમડી હીરેન્દ્રસિંહજી દેવેન્દ્રસિંહજી ઝાલા તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ નિરૂભા બેચુભા ઝાલા, ઝાલાવાડ રાજપૂત સમાજના પ્રમુખ ડો. રુદ્રસિંહજી જનકસિંહજી ઝાલા, મોરબી પ્રાંત નાયબ કલેકટર પ્રવીણસિંહ દલપતસિંહજી જેતાવત અને મોરબી ડી.એસ.ઓ. હંસરાજસિંહ જયદેવસિંહજી ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન જાડેજાની યાદીમાં જણાવ્યું છે