



વાંકાનેર શહેરમાં ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં ૬૫ વર્ષીય વૃદ્ધ ચાલીને જતા હતા ત્યારે બાઈકમાં આવેલ ત્રણ ઇસમોએ વૃદ્ધનું પાકીટ ઝૂંટવી નાસી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના રવાપર રોડ પર વેલકમ પ્રાઈડના રહેવસી હરીલાલ નાનજીભાઈ વિડજા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગત તા. ૨૦ ના રોજ સાંજના સવા ચારેક વાગ્યે ચાલીને જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ જતા હતા ત્યારે વાંઢા લીમડા ચોક અને લક્ષ્મીપરા ચોક વચ્ચે ત્રણ અજાણ્યા ઈસમો બાઈક લઈને આવ્યા હતા અને વૃદ્ધના હાથમાં રહેલ થેલાની માંગણી કરતા થેલો આપવાની ના પાડી હતી જેથી ઝપાઝપી કરી ફરિયાદી હરીલાલને નીચે પાડી દઈને થેલામાં રહેલ પાકીટમાં રાખેલ આશરે રૂ ૩૦૦૦ તેમજ ઓળખકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ સાથે થેલો ઝૂંટવી નાસી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે