



કંડલા નેશનલ હાઈવે પર સીએનજી રીક્ષામાં ક્રુરતાપૂર્વક પાડો ભરીને લઇ જવાતો હતો ગૌરક્ષકોની ટીમે મુદામાલ ઝડપી લઈને પોલીસને સોપ્યો હતો પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયાએ આરોપીઓ મહેબુબ અનવર મેઘાણી અને હુશેન કાસમ કટારીયા રહે બંને શક્તિ ચોક મોરબી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૦૬૫૫ વાળીમાં ગેરકાયદે પરમીટ કે આધાર પુરાવા વગર પાડો જીવ નંગ ૦૧ ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના લઈને નીકળ્યા હતા સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે