રાજકોટ કમિશ્નરના પી.એ. મનસુખભાઈએ કર્યો આપઘાત

છતર-હમીરપર વચ્ચે ઝાડ સાથે લટકી આયખું ટુંકાવ્યું

રાજકોટ પોલીસ કમિશ્નરના પી.એ. મનસુખભાઈ ભોરણીયાએ આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મળી છે. ટંકારાના હમીરપર ગામે રહેતા મનસુખભાઈ ભોરણીયા રાજકોટ પોલીસ કમિશ્નર ગેહલોતના પી.એ. તરીકે ફરજ બજાવતા હતા જેને આજે કોઈ અગમ્ય કારણોસર ટંકારાના છતર-હમીરપર વચ્ચે એક વૃક્ષ પર લટકીને આયખું ટુંકાવ્યું છે જોકે કમિશ્નરના પી.એ. શા માટે આપઘાત કર્યો તે કારણ જાણી સકાયું નથી. ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat