મોરબીમાં આયોજિત ખેડૂત આક્રોશ મહાસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભાને સંબોધન કરશે

ગુજરાત પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ, ધારાસભ્ય સહિતના નેતાઓ પધારશે

            મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪ કલાકે આનંદ પાર્ટી પ્લોટ સામે, રાજપર રોડ મોરબી ખાતે ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને વિવિધ મુદે વળતરમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા ખેડૂત આક્રોશ મહાસભામાં પ્રદેશ નેતાઓ અને દિગ્ગજ કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહી સભાને સંબોધન કરશે

 

            ખેડૂત આક્રોશ મહાસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ , ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, કિરીટ પટેલ (પાટણ ધારાસભ્ય) , લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ, તેમજ ગુજરાત ભરના તમામ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખ સહિત ગુજરાત ભરના તમામ કોંગ્રેસ આગેવાનો સભામાં ઉપસ્થિત રહેશે અને ખેડૂતોના મુદે સભા ગજવશે

Leave A Reply

Your email address will not be published.