માળિયાના નવાગામમાં નદીકાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો: બે ભાઈઓ ઝડપાયા

માળિયા મિયાણા પોલીસ ટીમે બાતમીના આધારે નવાગામ વિસ્તારમાં નદીના કાંઠે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે શખ્સોને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, નવાગામમાં સુલતાનશા પીરના ઢાળ પાસે નદીના પટમાં ગેરકાયદેસર રીતે દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ઇરફાન મોહમદહનિફ ઉર્ફે બાબાભાઇ જેડા અને સબીર મોહમદહનિફ ઉર્ફે બાબાભાઇ જેડા નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી ૨૦૦ લીટર ગરમ આથો, ૬૦૦ લીટર ઠંડો આથો તેમજ તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૨૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.