મોરબીના જાંબુડિયા ગામની સીમમાં ઝુંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી એલસીબી ટીમે જાંબુડિયા ગામની સીમમાં આવેલી નવી આર.ટી.ઓ. ઓફિસ પાસેના રહેણાંક વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસની રેઈડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હોવાથી તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ, નવી આર.ટી.ઓ. ઓફિસ નજીક ઝુંપડામાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ જાદવજીભાઈ સરાણીયાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા રહેણાંક ઓરડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ-અલગ બે બ્રાન્ડની કુલ ૨૩ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. ૧૩,૨૦૫ની કિંમતનો આ મુદામાલ જપ્ત કર્યો છે. હાલ મોરબી તાલુકા પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.