મોરબીમાં રવિવારે “વિપુલા E-BIKE” શો રૂમનો ભવ્ય શુભારંભ, મહેમાનોને રોપાની ભેટ અપાશે

પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી ઈ બાઈક શો રૂમનો થશે શુભારંભ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા રોપા વિતરણ કરવામાં આવશે

 

વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવોને પગલે સૌ કોઈ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે ત્યારે મોરબીમાં સ્વદેશી બ્રાંડના ઈ સ્કૂટર “વિપુલા ઈ બાઈક” શો રૂમનો રવિવારે ભવ્ય શુભારંભ કરવામાં આવશે તેમજ ઓપનીંગ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહેમાનોને રોપા વિતરણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો પણ આપવામાં આવશે

 

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ નજીક, ભક્તિનગર ઓવરબ્રિજ પાસે વિપુલા ઈ બાઈક શો રૂમનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે તા. ૦૭ જુનને રવિવારે સવરે ૯ કલાકથી વિપુલા ઈ બાઈક શો રૂમનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાશે જે પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ગ્રાન્ડ ઓપનીંગમાં મોરબીની જાહેર જનતાને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

 

ગ્રાન્ડ ઓપનીંગમાં પધારનાર મહેમાનોને રોપા વિતરણ કરવામાં આવશે ઈ બાઈકથી પર્યાવરણ જાળવણી થાય છે અને પ્રદુષણ રોકવામાં મદદ મળે છે આટલે થી નહિ અટકતા પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવા વિપુલા ઈ બાઈક શો રૂમના માલિક વિપુલભાઈ પટેલે રોપા વિતરણ કરી જાગૃતિ લાવવાનો નિર્ણય લીધો છે હાલ ચોમાસું નજીક છે ત્યારે રોપા વિતરણ કરવામાં આવશે અને ઓપનીંગમાં પધારેલા મહેમાનો રોપા ઘરે લઇ જઈને વાવેતર કરશે જેથી પર્યાવરણની જાળવણી થઇ શકશે

 

વિપુલા ઈ બાઈક શો રૂમનું રવિવારે ૭ જુને ગ્રાન્ડ ઓપનીંગ કરવામાં આવશે જે ગ્રાન્ડ ઓપનીંગમાં મોરબીની જાહેર જનતાને પધારવા માટે વિપુલભાઈ જસમતભાઈ પડસુંબીયા, કૌશિકભાઈ પ્રભુભાઈ પડસુંબીયા અને અભિજિતસિંહ જયવંતસિંહ જાડેજા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે 

 

Leave A Reply

Your email address will not be published.