મોરબીના મંત્રી કાન્તિલાલના ગામ જેતપર અને માળિયાના રાસંગપર ગામે ખેડૂતોનો વિરોધ, કામ અટકાવ્યું
ઓછું વળતર મળતા ખેડૂતોમાં નારાજગી, પુરા વળતર બાદ જ કામ કરવા દેવાશે


મોરબી જીલ્લામાં ખેડૂતોના ખેતરમાં હેવી વિજ લાઈન કામગીરી ચાલી રહી છે જે કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે મંત્રી કાન્તિલાલ અમૃતિયાના વતન જેતપર ગામ અને માળિયા તાલુકાના રાસંગપર ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવ્યું હતું

મોરબી-માળિયાના ધારાસભ્ય અને મંત્રી કાન્તિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં આજે ખેડૂતોએ હેવી વીજલાઈન કામગીરીનો વિરોધ કર્યો હતો ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે કલેકટરના ઓર્ડર અને ડીએલવીસી દ્વારા નક્કી કરાયેલા ભાવો મુજબ કામ થવું જોઈએ પરંતુ હાલની બજાર કીમત અનુસાર ખેડૂતોને મોટું નુકશાન થઇ રહ્યું છે જેથી ખેડૂતોને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી ખેતરમાં કામગીરી નહિ કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે અને ઉગ્ર વિરોધ કરતા કામગીરી અટકી ગઈ હતી
તે ઉપરાંત માળિયા તાલુકાના રાસંગપર ગામમાં પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે વીજ કંપની દ્વારા કલેકટરના હુકમનો ભંગ કરવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વીજ કંપનીએ બળજબરીથી આખા ખેતરમાં તાણીયા નાખી દીધા છે જથી કામગીરી અટકાવવામાં નહિ આવે તો ૨૪ કલાકમાં ખેતરમાંથી તમામ તાણીયા ઉખાડી નાખવાની ચીમકી ઉચ્ચ્ચારી હતી


