મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના સહયોગથી નવા 8 ડાયાલિસીસ મશીનનું લોકાર્પણ

હોસ્પિટલમાં કુલ 14 ડાયાલિસિસ મશીન કાર્યરત થયા, હવે દરરોજ 42 દર્દીઓ ડાયાલીસીસનો વિનામૂલ્યે લાભ લઇ શકશે

 

મોરબી રાજવી પરિવાર દ્વારા સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ મહારાજ કુમારી હર્ષદ દેવીબાની સ્મૃતિમાં મંગળવારે નવા 8 ડાયાલિસીસ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મયુર હોસ્પિટલમાં હવે કુલ 14 ડાયાલિસીસ મશીનો કાર્યરત થઈ ગયા છે, જેનાથી કિડનીના દર્દીઓને મોટી રાહત મળશે.

 

આ પ્રસંગે રાજવી પરિવારનાં રાજકુમારી ઉમાબા અને મીરાબા, રાજકોટના રાજકુમાર જયદેવસિંહ માધાતાસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોહનભાઇ કુંડારીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા અને વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બી.ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન નાનુભાઈ મકવાણા, મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલ અને ટ્રસ્ટી ડો. વિવેક જોશી સહિતનાએ પણ હાજરી આપી હતી. મોરબી રાજવી પરિવારની સેવાની મહેક સમગ્ર ગુજરાતમાં પ્રસરી છે

Leave A Reply

Your email address will not be published.