

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઝઘડો થતો હોય જેમાં વચ્ચે છોડાવવા ગયેલ પિતા પુત્રને આરોપીઓએ માર મારી છરીના ઘા ઝીકી દેતા યુવાનનું મોત થયું હતું જયારે અન્ય આધેડ સહિતનાઓને ઈજા પહોંચી હતી જે હત્યાનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જયારે મહિલા સહીત બે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે
તા. ૩૦-૧૧-૨૧ ના રોજ વાંકાનેરના પંચાસીયા ગામમાં ઝઘડો કરી રહેલા લોકોને સમજાવવા જતા મહિલાને કુહાડીના ઘા ઝીકી દઈને તેમજ રાજુભાઈ (ઉ.વ.૨૬) નામના યુવાનને છરીના ઘા ઝીકી દેતા મોત થયું હતું જે હત્યાના બનાવ મામલે જેતીબેન વલ્લભભાઈ કોઢિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી મારામારીમાં ગંભીર ઈજા થતા રાજુ વલ્લભ કોઢિયા (ઉ.વ.૨૬) નામના યુવાનનું મોત થયું હતું તેમજ વલ્લભભાઈ, બાબુભાઈ નરશીભાઈ, હરેશભાઈ બાબુભાઈને ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી બાલુભાઈ લાભુભાઈ કોઢિયા, લાભુભાઈ ભલુભાઈ કોઢિયા અને દુધીબેન લાભુભાઈ કોઢિયા રહે ત્રણેય પંચાસીયા તા. વાંકાનેર વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી હતી
વાંકાનેર પોલીસે આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ બીજા એડીશનલ સેશન્સ જજ મોરબી, મિતલકુમાર રસિકલાલ નાદ્પારાની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય દવેએ કોર્ટમાં ૨૮ મૌખિક અને ૫૪ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં આરોપી બાલુભાઈ લાભુભાઈ કોઢિયાને આજીવન કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ તેમજ કલમ ૩૦૭ મુજબના ગુનામાં ૧૦ વર્ષની કેદ અને રૂ ૩૦૦૦ દંડ ફટકાર્યો છે
તેમજ આરોપી લાભુભાઈ ભલુંભાઈ કોઢિયા અને દુધીબેન લાભુભાઈ કોઢિયાને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે બંને આરોપીના નવા જામીન અને જામીન ખત રૂ ૧૦ હજાર વિથ સ્યોરીટી આપવાનો હુકમ કરવામાં આવે છે જે છ માસ સુધી અમલમાં રહેશે તેમજ સજા પામેલ આરોપી ન્યાયિક કાર્યવાહી દરમીયાન જેલમાં રહ્યો હોય તે સમય મજરે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે
