

ચરાડવા ગામમાં દુકાન પાસે ઉકરડો કર્યો હોય જે ટ્રેક્ટર લોડરથી ભરતી વખતે ઉકરડાનો કચરો ફેલાયેલ હોવા બાબતે બોલાચાલી કરી એક ઇસમેં યુવાનને પાવડાનો ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી દશરથ ભાવસીંગ પઢીયાર (ઉ.વ.૩૪) નામના યુવાને આરોપી મેહુલ નવઘણ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મેહુલે ફરિયાદીના મઢુલી ઓટો ગેરેજ નામની દુકાન પાસે ઉકરડો કર્યો હતો અને ટ્રેક્ટર લોડરથી કચરો ભરતા કચરો ફેલાયો હતો જે ભરવાનું કહેતા આરોપીએ ઝઘડો કરી ગાળો આપી પાવડાનો એક ઘા મારી ડાબી બાજુ માથાના ભાગે અને બીજો ઘા ડાબી બાજુ કાનના ભાગે મારી માથામાં અને કાનમાં ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે