

મોરબીની અદાલતે રૂ ૧૦ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને કસુરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો છે અને ફરિયાદીને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગીરીશકુમાર શંકરલાલ કારિયા પાસેથી મોરબી રહેતા ધનજીભાઈ રવજીભાઈ ઘૂમલીયાને નાણાકીય જરૂરિયાત હોવાથી રૂ. ૧૦ લાખ હાથ ઉછીના સંબંધ દાવે પરત કરવાની શરતે લીધા હતા જે રકમ પરત કરવા ચેક લખી આપ્યો જે ચેક ગીરીશકુમાર કારિયા દ્વારા બેંકમાં વટાવવા જતા ચેક વસુલ થયા વગર ફંડ્સ ઇન્સફીસીયન્ટ શેરા સાથે પરત ફર્યો હતો જેથી ગીરીશકુમાર કારિયાએ વકીલ મારફત કાનૂની નોટીસ નેગોશીએબળ ઇન્સ્ત્રુંમેન્ટ કાયદાની જોગવાઈ મુજબ ધનજીભાઈ રવજીભાઈ ઘુમલીયાને પાઠવી ચેક રીટર્ન થયાની જાણ કરી હતી
છતાં ચેક મુજબની લેણી રકમ ન ચુકવતા મોરબીની અદાલતમાં ચેક રીટર્નની ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદ મોરબીના ત્રીજા એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની અદાલતમાં ચાલી જતા ફરિયાદી તરફે રજુ થયેલ પુરાવાઓનું મૂલ્યાંકન કરી અદાલત દ્વારા આરોપી ધનજી ઘૂમલીયાને તકસીરવાન ઠરાવી ૨ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ ૧૦ લાખની ડબલ રકમ રૂ ૨૦ લાખનો દંડ ફટકાર્યો છે તેમજ ફરિયાદીને ચેકની રકમ રૂ ૧૦ લાખ વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચૂકવી આપવા અને દંડ ભરવામાં કસુર થયે વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે
જે કેસમાં ફરિયાદી તરફે વકીલ આર એ પટેલ, એન એલ વડસોલા, એમ વી ભોજાણી અને એ એચ દસાડીયા રોકાયેલ હતા