

હળવદના કડીયાણા ગામે જુગાર રમતા છ ઝડપાયા
હળવદના કડીયાણા ગામમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ઠાકરશીભાઈ દેત્રોજા, હરેશભાઈ મેલ્જીભાઈ ધૈયા, પ્રવીણભાઈ ધનજીભાઈ ધૈયા, વિજય ધીરજભાઈ સારોલા, રાયમલ સેલાભાઈ ઠુંગાવ અને મુકેશ ધનાભાઇ રાતડીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૮૮૦૦ જપ્ત કરી છે
મોરબીના જાંબુડિયા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામના સરાણીયા વાસમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રુદ્ર મહેશ નિમાવત, સચિન ભરત અદગામાં અને રવિ હેમત કુવરીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે
જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ ટીમે જાંબુડિયા ગામે દશામાં મંદિર પાછળ રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મનુભાઈ માધાભાઈ ગમારા, સુરેશભાઈ જીવણભાઈ ઇન્દરીયા, પ્રવીણભાઈ કાળુભાઈ ઇન્દરીયા, દિનેશભાઈ રતિભાઈ ઇન્દરીયા, અજીતભા કરશનભા લાંબા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૨૮૦ જપ્ત કરી છે
મોરબીના વિસીપરામાં જુગાર રમતા પાંચ ઝડપાયા
સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરામાં આંબેડકર કોલોનીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સાહિલ મહેબુબ મોવર, સુરેશ દેવજી પરમાર, જાવેદ ઈસુબ મોવર, હાસમ કાસમ શેખ અને અનીલ જેન્તી સારેસા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૯૦૦ જપ્ત કરી છે
મોરબીમાં જુગાર રમતા છ ઝડપાયા
સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હુશેન રફીક કુરેશી, સાજીદ ગુલાબ સુમરા, સિરાજ યુનુશ કુરેશી, નવાજ અનવર મોવર, નઈમ કમ્સુદ ખોજાણી અને મહમદપરવેજ આદમ ભટ્ટી એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૨૦૦ જપ્ત કરી છે
મોરબીના વિસીપરામાં જુગાર રમતા છ ઝડપાયા
સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ઇમરાન સતાર ભાગભરા, કાસીમ યુનુશ મેમણ, ઈરફાન ઇમ્તિયાજ બ્લોચ, અશ્વિન કરશન સોલંકી, અશોક લોક્ચંદ ચંદાણી અને ભરત માવજી ચૌહાણ એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૫૦ જપ્ત કરી છે
મોરબીની રોયલ પાર્ક સોસાયટીના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પીપળી રોડ રોયલ પાર્ક સોસાયટી ઉમા જ્યોત એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૪૦૪ માં રેડ કરી હતી ફ્લેટમાં જુગાર રમતા ગૌરાંગ ગોરધનભાઈ વઘાસીયા, બુધ્ધેશભાઈ ધીરજલાલ કાલરીયા, રવિ શામજીભાઈ કમાંણી, વિવેક મગનભાઈ પનારા, પ્રફુલ ભગવાનજીભાઈ કાલરીયા અને રેનીશ કાન્તીભાઈ વાછાણી એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૫૮,૮૦૦ જપ્ત કરી છે