કેન્દ્ર અને રાજ્ય સરકાર બદલવાનો સમય આવી ગયો છે : મોરબી ખેડૂત સભામાં રણદીપ સુરજેવાલા ગરજ્યા
મોરબીમાં આયોજિત ખેડૂત આક્રોશ મહાસભામાં પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ સભા ગજવી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, ખેડૂતો મુદે ભાજપની રાજ્ય-કેન્દ્ર સરકાર પર પ્રહારો


મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજપર રોડ પર ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લલિત કગથરાએ સ્વાગત પ્રવર્ચન કરતા મોરબીના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબ અને ઓરપેટ ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડીયાનું તાજેતરમાં નિધન થયું છે તેને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી ખેડૂત આક્રોશ મહાસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન સમાન ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડુતોને સંબોધતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બોલવા કરતા કામ વધુ કરતા હોવાનો અને ખેડૂતોના કામ માટે તત્પર રહેવા હોવાનું જણાવ્યું હતું તો પ્રદેશ કોંગ્રેસ અગ્રણી લલિત કગથરાએ ખેડૂતોના મુદે સરકાર પર પ્રહારો કર્યા હતા મોરબી સહીત સૌરાષ્ટ્રમાં વીજ પોલ વળતર અને ઓછા વરસાદ મામલે સરકારને આડેહાથ લીધી હતી સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતોના હિતની શરૂઆત મોરબીથી થઇ હોવાનું જણાવ્યું હતું તો સૌની યોજના મામલે ગેનીબેન પાસે માહિતીનો અભાવ હોય તેમ જણાઈ આવ્યું હતું કોંગ્રેસ ધારાસભ્યોએ ૨૦૧૭ થી ૨૨ સુધી સૌની યોજના લાવવા લડત કરી હોવાનું કહ્યું હતું પરંતુ વર્ષ ૨૦૧૭ માં રાજકોટમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાનું લોકાપર્ણ કર્યું હતું
તો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ મોટું નિવેદન કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૭ ની ચુંટણી વહેલી આવશે વિરોધ પક્ષના નેતાએ વહેલી ચુંટણીના સંકેત આપ્યા હતા સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ખરાબ છે લોકો એપ્રિલ- મેં મહિનામાં પાણીનો પોકાર કરે તે પહેલા જાન્યુઆરી-ફેબુઆરી માસમાં સરકાર ચુંટણી કરાવવા માંગે છે તેવી ભવિષ્યવાણી કરી નાખી હતી વિધાનસભામાં સત્ર દરમીયાન સરકાર સમક્ષ પાંચ માંગ મૂકી હતી સૌરાષ્ટ્રમાં સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી, સરકારની દાનત ખરાબ હોવાનું ઉમેર્યું હતું
તો અંતમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ જય જવાન જય કિસાન નારા સાથે પોતાનું સંબોધન શરુ કર્યું હતું અને દેશના ખેડૂતોના પ્રશોન રજુ કરવા તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું ગુજરાતના ખેડૂતો કંગાળ હાલતમાં કેમ પહોંચ્યા, ખેડૂતો પીડિત કેમ છે ? કેમ રોજ આંદોલન થાય છે બધું બરાબર છે તો આ સભાની શું જરૂર તેવા સવાલો ઉઠાવીને કેન્દ્ર અને રાજ્ય સરકાર બદલવાનો સમય આવી ગયો હોવાનું કહ્યું હતું ખેડૂતોની જણસ પર બોનસ ન આપી સકાય કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે ખેડૂતોને જણસ પર બોનસ આપતી હોવાનું તેઓએ જણાવ્યું હતું પ્રધાનમંત્રી વીમા યોજના પ્રાઈવેટ કંપનીની જેમ બની ગઈ છે અને ગુજરાતમાં લાગુ ના થઇ હોવાના પ્રહારો કર્યા હતા ભાજપ સરકારે ૩ ખેડૂત વિરોધી કાનુન બનાવી ખેડૂતોની જમીન છીનવવાનો પ્રયાસ કર્યો. ૧૦૦ ગીગા વોટ ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે પરંતુ તે વીજળી ખાનગી કંપનીઓ બનાવી રહી છે વીજલાઈન બે રસ્તામાંથી આવી સકતી હતી રણ વિસ્તારમાંથી પણ આવી સકે પરંતુ ખાનગી કંપનીએ ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરવાનો નિર્ણય લીધો હોવાના પ્રહારો કર્યા હતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં થાંભલો નાખી ૨૦૦ ગણો ભાવ આપે છે પરંતુ તાર નીચે જે જમીન બરબાદ થઇ રહી છે તેનું શું, વીજ કરંટથી ખેડૂત મરી જાય, જણસો સળગી જાય અને ખેડૂતોને નુકશાન થાય તેનું વળતર કોણ ચૂકવશે તેવા અણીયારા સવાલો ઉઠાવ્યા હતા
સૌરાષ્ટ્ર-કચ્છને સરકાર વિના વિલંબે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે : રણદીપ સુરજેવાલા
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને કેન્દ્રીય નેતા રણદીપ સુરજેવાલાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કચ્છ-સૌરાષ્ટ્રના ખેડૂતો ખાસ કરીને મોરબીના ખેડૂતો વીજ લાઈન વળતર મામલે લડત ચલાવી રહ્યા છે વીજ લાઈનથી ખેડૂતોના ખેતર નષ્ટ થાય છે તે દર્શાવે છે કે સત્તામાં બેસેલ લોકો કંપનીના નોકર જેમ વર્તી રહ્યા છે કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે કચ્છ-સૌરાષ્ટ્રનમાં દુષ્કાળની સ્થિતિ છે જેથી વિના વિલંબે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર-સહાય ચુકવવામાં આવે તેમજ ખેડૂતોને કપાસ, મગફળી અને જીરૂના પાકમાં નુકશાની થવાપ અમી છે જેનું વળતર આપવામાં આવે. ૧૦૦ ગીગાવોટ વીજળી ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે તે આવકાર્ય છે પરંતુ વિકાસ માત્ર કંપનીનો જ કેમ ? વિકાસમાં ખેડૂત અને ખેત મજુરોને ભાગીદારી કેમ નહિ કહીને ખેતીને નુકશાન થાય છે તે માટે ૪૦૦ ટકા વળતર અને ૨૫ વર્ષ સુધી દર વર્ષે નુકશાની વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી અને સરકાર લાગુ નહિ કરે તો કોંગ્રેસ નેતાઓ ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરશે
નેશનલ હાઈવે બાયપાસ રોડ મામલે લલિત કગથરાના પ્રહારો
કોંગ્રેસ નેતા લલિત કગથરાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગાળા ગામથી વઘાસીયા નેશનલ હાઈવે પર જે બાયપાસ રોડ નીકળે છે તેની એલાઈમેન્ટ સરકારે ૩ વખત બદલી છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં રીબડાથી એરપોર્ટ રોડ નીકળે છે તે કીમતી જમીનો પાણીના ભાવે વળતર ચૂકવી છીનવી લેવાય છે તેની સામે લડત ચલાવી રહ્યા છીએ અને આ મામલે રણદીપ સુરજેવાલા દિલ્હી સુધી રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું જેના જવાબમાં રણદીપ સુરજેવાલાએ સૌરાષ્ટ્રના નેતાઓનું ડેલીગેશન લઈને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું




