

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદે ખનીજનો સંગ્રહ કરતા ખનીજ માફિયાઓ સામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે કાર્યવાહી કરી હતી સ્થળ પરથી ડમ્પર અને હિટાચી સહીત ૮૦ લાખનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખનીજ સંગ્રહ કરનાર ઈસમો દાનાભાઈ બાલુભાઈ ડાભી રહે વર્માધાર તા. થાનગઢ અને અમૃત માધાભાઈ કેરાળીયા રહે ઉન્ડવી (રાણીપાટ) તા. થાનગઢ એમ બે ઈસમોના કબ્જા વાળા ડમ્પર જીજે ૧૩ એએક્સ ૭૨૩૪ કીમત રૂ ૩૦ લાખ અને હિટાચી મશીન કીમત રૂ ૫૦ લાખ અને ગેરકાયદે શંકાસ્પદ કોલસો અને ફાયર ક્લેનો આશરે ૮૫૦ મેટ્રિક ટન જથ્થો સહીતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને સોપવામાં આવ્યું છે