

જન્માષ્ટમીના પાવન પર્વની સૌ કોઈ ઉજવણી કરતું હતું ત્યારે મોરબીના સોશ્યલ મીડિયામાં એક મારામારીનો વિડીયો વાયરલ થયો હતો જેમાં કોઈ કારણોસર કેટલાક લોકો ઝઘડો કરતા જોવા મળ્યા હતા જોકે વિડીયો જન્માષ્ટમીના દિવસનો છે કે પછી જુનો તેની પુષ્ટિ કરી શકાઈ નથી
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વાયરલ વિડીયો મોરબીના ભડિયાદ ગામનો છે ભડિયાદ ગામે ઢોરો વિસ્તારમાં કોઈ કારણોસર મારામારીની ઘટના બની હતી જેમાં બે પક્ષના લોકો હાથમાં લાકડાના ધોકા જેવા હથિયારો વડે ઝઘડો કરતા જોઈ સકાય છે તો કેટલાક લોકો ઝઘડો ના કરવા સમજાવતા અને રોકતા પણ નજરે પડે છે પરંતુ વિડીયો ક્યારનો છે તે હાલ સ્પષ્ટ નહિ મારામારીમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાની પણ માહિતી મળી છે જોકે આ મામલે શનિવારે બપોર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ના હતી