

હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતેખાતે શ્રી દાસારામ બાપાની ૨૭૭મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સગર યુવક મંડળ દ્વારા ભક્તિભાવ અને સેવાભાવથી વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમૂહિકમહાપ્રસાદ, આરતી તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં ધાર્મિક એકતા, સંસ્કાર, સેવા ભાવના અને સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવાનો છે. પૂ. દાસારામ બાપા તથા પૂ. ભગીરથ દાદાના આશીર્વાદથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, ભક્તજનો અને પરિવારજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સગર યુવક મંડળ એ ભારે જેહમત ઉઠાવી હતી.
મયુર રાવલ હળવદ


