


ઉનાળામાં પાણી ની સમસ્યા ચારે બાજુ જોવા મળતી હોય છે ત્યારે તંત્ર પાણી લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તે વ્યવસ્થા માટે પ્રયત્નો કરતા હોય છે પણ હળવદ પથકમાં જાણે ઉલટી ગંગા હોય તેવું લાગી રહ્યું છે જેમાં આજે સવારે લગભગ ૯ વાગના સુમારે હળવદ – ટીકર રોડ પર કોઈ કારણોસર પાણી ની લાઈન તૂટી ગઈ હતી અને અને લાખો ગેલન પાણી રોડ પર વેડફાયું હતું પણ લગભગ ૨ કલાક વીત્યા હોવા છતાં ત્યાં કોઈ અધિકારી જોવા ન આવ્ય હતું અને એક બાજુ લોકો પાણી માટે વલખા મારે છે તો બીજી તરફ આવી રીતે લાખો ગેલન પાણી વેડફાયું હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે

